સાતપડી રોટલી

09 Nov સાતપડી રોટલી

 1. સૌ પ્રથમ એક બાઉલમાં 500 ગ્રામ લોટ લઈ તેમાં મીઠું, 50 ગ્રામ તેલ અને જરૂર મુજબ પાણી નાંખી રોટલી જેવો લોટ બાંધવો.
 2. થોડી વાર માટે લોટને ઢાંકીને મૂકી દેવો.
 3. હવે તેના પાંચ ભાગ કરી, બધાના ગોળ લોયા વાળી દેવા.
 4. પાટલી પર એક લોયો લઈને તેની રોટલી વણી લેવી.
 5. હવે તે રોટલી પર તેલ લગાડવું અને તેની પર રોટલીનો કોરો લોટ વ્યવસ્થિત લગાડી દેવો.
 6. પછી તેને વચ્ચેથી વાળો, અર્ધચન્દ્ર આકાર બનશે.
 7. ફરીને તેમાં ઉપરની સાઇડ તેલ અને કોરો લોટ લગાડી ફરીને અડધું વાળી લેવું.
 8. હવે તેની કિનારીઓને વાળીને ફરી ગોળ લોયો બનાવી લો.
 9. પછી તેને હળવા હાથે વણીને ગોળ રોટલી બનાવી દો.
 10. હવે તેને તાવડી કે લોઢીમાં બન્ને બાજુ શેકી લો.
 11. શેકાય ગયા બાદ તેના પર ઘી લગાડીને પીરસો.
No Comments

Sorry, the comment form is closed at this time.