09 Nov શીંગભજિયાં
- સૌ પ્રથમ મગફળીના દાણાને 1/2 ગ્લાસ પાણીમાં 5 મિનિટ માટે પલાળી દો.
- હવે એક બાઉલમાં બેસન અને બધા જ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી દો.
- આ મિશ્રણમાં પાણી બિલકુલ નાખવાનું નથી.
- પાંચ મિનિટ બાદ શીંગને ચારણીથી ગાળીને એક પહોળા બાઉલમાં નાખવી.
- હવે 3 થી 4 ચમચી જેટલું લોટ મસાલાનું મિશ્રણ નાખવું અને હળવા હાથે મિક્સ કરવું.
- શીંગ ભીની હોવાથી લોટ તેની પર ચોટી જશે.
- ફરીને થોડો લોટ નાખી હળવે મિક્સ કરવું.
- થોડી વાર રાખવાથી કોરું થઈ જશે.
- ત્યારબાદ 2 થી 3 ચમચી પાણી શીંગ પર રેડવું.
- હવે ફરીને તેના પર 2 થી 3 ચમચી લોટ નાખી હળવે મિક્સ કરવું.
- 2 થી 3 મિનિટ એમને એમ રહેવા દેવું.
- ફરીને 2 થી 3 ચમચી લોટ નાખી મિક્સ કરવું.
- હવે બધી સિંગ છૂટી પડવા લાગશે અને સરસ લોટનું કોટિંગ થઈ જશે.
- જો જરૂર જણાય તો હજુ થોડો લોટ નાખી શકયા છે.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
- શીંગભુજીયાને મીડિયમ તાપે જ તળવાના છે.
- હવે તૈયાર શીંગને તેલમાં નાખો.
- શરૂમાં બધી શીંગ ભેગી જ હશે પરંતુ જેમ જેમ તળાશે તેમ છૂટી પાડવા માંડશે અને ઉપર આવવા લાગશે.
- તળાયને ઉપર ન આવે ત્યાં સુધી હલાવવાની જરૂર નથી.
- તળાય ગયા બાદ એક ડીશમાં કાઢી તેના પર ઉપર નાખવાનો મસાલો મિક્સ કરી નાખવો.
- આ રીતે બધીજ શીંગ તળી લેવી.
Sorry, the comment form is closed at this time.