09 Nov શીંગની ચીકી
- સૌ પ્રથમ શીંગદાણાને ગરમ પાણીમાં પલાળી લેવાના અડધી કલાક પછી તેમાંથી પાણી નિતારી તેને કોરા કરી લેવા.
- હવે એક કડાઈ ગરમ કરીને શીંગદાણા ના ફોતરાં નીકળે ત્યાં સુધી શેકી લેવા.
- હવે શીંગદાણાના ફોતરાં દૂર કરવા અને તેને અડધા ફાડા કરી લેવા.
ગોળનો પાયો લેવા માટે:
- ગોળને ઝીણો સમારી લેવો.
- એક કડાઈમાં ઘી ઉમેરી ગોળને તેમાં ઉમેરવો.
- ગોળ ઓગળી જાય અને તેમાં પરપોટા વળવા લાગે એટલે પાયો રેડી છે.
પાયો ચેક કરવા:
- એક વાટકીમાં પાણી લઈ તેમાં પાયાના 3-4 ટીપાં નાંખો.
- જો તે ઓગળે નહીં અને જેમ છે એમ જ રહે એટલે બરાબર છે.
- હવે ગોળમાં ફાડા કરેલા શીંગદાણા ઉમેરીને બરાબર મિક્સ કરો.
- એક થાળી પર ઘી લગાડી લો. એના પર શીંગ-ગોળનું મિશ્રણ પાથરો.
- વેલણથી બરાબર પાતળું કરો અને પછી ચપ્પુ વડે કાપા પાડી ઠંડું થવા દો.
Sorry, the comment form is closed at this time.