09 Nov લચ્છા રબડી
- સૌ પ્રથમ એક બાઉલમાં દૂધના પાઉડરને 100 મી.લિ. દૂધ લઈને મિક્સ કરી દેવું.
- પછી એક કડાઈમાં બધું દૂધ લઈ ગેસ પર ગરમ કરવા મૂકી દો.
- એક ઊભરો આવે પછી ધીમો ગેસ કરી દૂધ પાઉડરનું મિશ્રણ ઉમેરી દો.
- પછી કેસર નાંખી દેવું.
- ગેસ ધીમો કરીને જ દૂધ પાઉડરનું મિશ્રણ ઉકાળવું.
- પછી બદામ ને પિસ્તાની કાતરી ઉમેરી દો.
- 20-25 મિનિટ ઉકાળવું ને મલાઈ એક તરફ કડાઈની કિનારી પર લગાવતા જવું.
- પછી ઇલાયચી નાખવી ને રોઝ વોટરનાં બે-ત્રણ ટીપાં નાખવાં.
- પછી ખાંડ નાંખીને ખૂબ હલાવવું.
- પછી દૂધ ઘટ્ટ થાય પછી જે મલાઈ લગાવી છે તે દૂધમાં ભેળવી દેવી.
- 1-2 કલાક ઠંડું પાડવું.
- લચ્છા રબડી તૈયાર છે.
Sorry, the comment form is closed at this time.