સૌ પ્રથમ મોરૈયાનો લોટ અને બાફેલાં બટાટાં ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં આદું- મરચાંની પેસ્ટ નાંખો. લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું નાંખો. ત્યારબાદ તેનો મીડિયમ લોટ બાંધો અને જરૂર પડે તો જ પાણી નાંખો. તેને એક કાગળ પર લુવા બનાવી બીજો કાગળ ઉપર રાખી વણી લો. ત્યારબાદ લોઢીમાં મીડિયમ ગેસ રાખીને શેકી લો.
રીત – 2:
સૌ પ્રથમ બાઉલમાં બાફેલાં બટાટાંની છાલ ઉતારી લો. ત્યારબાદ મોરૈયાનો લોટ અને રાજગરાનો લોટ નાંખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં મરી પાઉડર, લીલા ધાણા, ધાણાજીરું, સ્વાદાનુસાર મીઠું અને 2 ચમચી તેલ નાંખી તેનો મીડિયમ લોટ બાંધો. તેના મીડિયમ લુવા બનવો પછી ભાખરીની જેમ વણી લો. ત્યારબાદ ધીમા ગેસ પર શેકી લો. ત્યારબાદ ઘી લગાવો.
Sorry, the comment form is closed at this time.