મેથી બટર મસાલા

09 Nov મેથી બટર મસાલા

 1. એક બાઉલમાં ગરમ પાણી લઈ 3-4 ટેબલસ્પૂન મગજતરીનાં બી તેમાં ઉમેરી પલાળવા મૂકી દો.
 2. બીજી તપેલીમાં ગરમ પાણી મૂકી તેમાં મેથી અધકચરી કાપીને ઉમેરવી.
 3. ત્યારબાદ તેમાં મીઠું લગભગ 1 ટી સ્પૂન જેટલું ઉમેરી ઊકળવા દેવું(લગભગ 7-8 મિનિટ ઊકળવા દેવું).
 4. પછી એક ચારણીમાં મેથીને લઈ લેવી.
 5. એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં છીણેલું આદું અને 4 લીલાં મરચાંના કટકા ઉમેરી દેવા.
 6. હવે મગજતરીના પલાળેલા બી, કાજુ અને ઉપરના આદું-મરચાંને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
 7. હવે એક કડાઈમાં માખણ ઉમેરી તેમાં તજ, લવિંગ અને ઇલાયચી ઉમેરવી.
 8. 1 મિનિટ પછી 1 લીલું મરચું સમારેલું તેમજ મગજતરી-કાજુની પેસ્ટ ઉમેરી તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દેવું.
 9. લગભગ 5 મિનિટ પછી થોડું પાણી(1/2 ગ્લાસ જેટલું પાણી) ઉમેરી 3-4 મિનિટ ચડવા દેવું.
 10. ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી મિક્સ કરવું.
 11. હવે તેમાં ઉકાળેલી મેથી અને મલાઈ અથવા ક્રીમ ઉમેરવી.
 12. હવે તેમાં કસૂરી મેથી તેમજ પંજાબી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
 13. શાક તૈયાર છે હવે તેને પીરસી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.