09 Nov માલપૂડા
- સૌ પ્રથમ ગોળનું પાણી બનાવાનું, ગોળને 150 મિલી પાણીમાં પલાળી દો. (1 થી 2 કલાક માટે)
- પછી પાણીને ગળણીની મદદથી ગાળી લો. જેથી બધો કચરો નીકળી જશે અને પાણી એકદમ ચોખ્ખુંં બની જશે.
- પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરો થોડો થોડો ઉમેરવો અને મિક્સ કરતાં જાઓ. જેથી ગુટલી ના રહે એનું ધ્યાન રાખવું.
- 250 મિલી પાણી ઉમેરવું અને જો જરૂર પડે તો બીજું ઉમેરવું.
- ઢોસા જેવું ખીરું બનાવી લો અને એ સ્મૂથ હોવું જોઈએ અને 1 કલાક સુધી ઢાંકીને મૂકી રાખો.
- એમાં 1 ચમચી જેટલા મરી એડ કરો અને પછી મિક્સ કરી લો.
- તેલ ગરમ થાય એટલે ખીરાને તેલમાં રેડીને તળી લો. (ડોયાં વડે ખીરું તેલમાં નાખવું)
- ખીરું રેડ્યા પછી એને અડસો નહીં એ પ્રોપર તળાઈ જશે એટલે એની જાતે જ ઉપર આવશે એટલે એ તળાઈ ગયો છે.
- થોડી લાલાશ થાય એટલે એને તેલમાંથી કાઢી લો.
- તેલમાંથી બહાર કાઢો એટલે એના ઉપર ખસખસ ભભરાવો. તો તૈયાર છે ગરમ ગરમ માલપૂડા.
Sorry, the comment form is closed at this time.