09 Nov માખણનાં ભજિયાં
- સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું અને પાણી ભેળવી ઘટ્ટ રબડું તૈયાર કરી બાજુમાં મૂકી દો.
- હવે બાફેલાં બટાટાંને છૂંદીને મીઠું, ખાંડ, આદું- મરચાંની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા ધાણા, ગરમમસાલો અને લીંબુનો રસ, કાજુ, દ્રાક્ષ અને કોપરાનું છીણ મિક્સ કરી લો.
- હવે માખણમાં દળેલી ખાંડ ભેળવી તેના નાના નાના ગોળા કરી ફ્રીજમાં ઠંડું કરવા મૂકી દો.
- જ્યારે આપણે ભજીયા તળવા હોય ત્યારે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
- પછી ફ્રિજમાંથી માખણની ગોળી બહાર કાઢીને, બટાટાંના મિશ્રણને પૂરી જેમ થાબડીને બનાવવું.
- પછી તેની વચ્ચે માખણની ગોળી મૂકીને ગોળાકાર બટેટાંનું કવર કરી દેવાનું અને ફરી ફ્રીજમાં મૂકી દેવું.
- 10-15 મિનિટ બાદ તે ગોળીઓને ફ્રીજ માંથી બહાર કાઢીને ચણાના લોટના રબડામાં તે ગોળી બોળીને તેલમાં તળી લો.
Sorry, the comment form is closed at this time.