09 Nov બ્લેક ફોરેસ્ટ કેક
કેક:
- એક વાસણમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, કોકો પાઉડર, ખાંડ બધું ચાળણીથી ચાળીને લઈ લેવું.
- બધું સરસ રીતે મિક્સ કરી લેવું.
- એક વાડકામાં રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવું તેમાં લીંબુ અથવા વિનેગર નાંખી 5 મિનિટ સાઇડમાં મૂકી રાખવું.
- હવે એક મોટા બાઉલમાં મેંદાનું ચાળેલું મિશ્રણ લઈ તેમાં કૂકિંગ ઓઇલ નાંખી બરાબર હલાવી લેવું.
- પછી દૂધવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે નાંખી કોરા લોટની એક પણ ગોળી ના રહી જાય એ રીતે બરાબર એક સરખું હલાવી લેવું.
- 7 ઇંચ નું કેક મોલ્ડ લઈ તેને ઓઇલ અને લોટ છાંટી તૈયાર કરી લો.
- બનાવેલું કેકનું મિશ્રણ કેક પેનમાં લઈ લો અને થોડું થપથપાવી એકસરખું કરી લો.
- ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે અગાઉ પ્રીહિટ કરી લેવું.
- તૈયાર થયેલા કેક મિશ્રણને પ્રીહિટ ઓવનમાં 180 ડિગ્રી પર 25-30 મિનિટ માટે મૂકવું, 20 મિનિટે એકવાર તપાસી લેવું.
- ટૂથપિક અથવા ચપ્પુ ખોસી તપાસી લેવું જો કોરું નીકળે તો કેક તૈયાર છે.
- નહિ તો ફરીથી 5-10 મિનિટ ચડવા દેવું.
ડેકોરેશન માટે :
- એક વાસણમાં વીપ ક્રીમ લઈ બીજા મોટા વાસણમાં બરફના ટુકડા ઉપર વીપ ક્રીમવાળો બાઉલ મૂકવો.
- પછી તેને બીટર મશીનની મદદથી પહેલા મીડિયમ અને પછી ધીરે-ધીરે હાઈસ્પીડ થી ફીણી લેવું.
- ક્રીમ જાડું થઈ જાય એટલે સમજવું કે ક્રીમ તૈયાર છે.
- ત્યારબાદ ઠંડી થયેલી કેકને વચ્ચેથી આડી કાપી બે ભાગ કરી તેના પર સુગર સિરપ લગાવી દેવી.
- પછી તે કેક ઉપર ક્રીમ ફેલાવી દેવું.
- ત્યારબાદ તેના પર કેકનો બીજો ભાગ મૂકી તેના પર પણ સુગર સિરપ લગાવી ફરી ક્રીમ લગાવી દેવું.
- ત્યારબાદ ક્રીમથી ડેકોરેશન કરી દેવું.
- કેકને ડેકોરશન માટે ક્રીમમાં અલગ અલગ ખાવાનો કલર નાંખી શકાય.
- કેકની સાઇડ પર છીણેલી ચોકલેટ લગાવી.
- ફરી ક્રીમથી ડેકોરશન કરી ચેરી લગાવી કેક ને 20-30 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દેવી.
- ત્યારબાદ ઉપોગમાં લઈ શકાશે.
Sorry, the comment form is closed at this time.