બટરસ્કોચ ક્રિમરોલ

09 Nov બટરસ્કોચ ક્રિમરોલ

 1. પફ પેસ્ટ્રી શીટને અડધા ઇંચની જાડાયમાં ચોરસ વણીને ચારે બાજુથી કિનારી કાપી લેવી.
 2. હવે શીટની ઊભી પટ્ટીઓ કાપવી, પછી એલ્યુમિનિયમ કોન અથવા ન્યૂજ પેપરની ચાર ગડી વાળી કોન બનાવવો.
 3. કાગળના કોન ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પેપરને કોનના શેપમાં જ લપેટી લેવું.
 4. આ પ્રમાણે જરૂરિયાત મુજબ કોન તૈયાર કરી લેવા.
 5. કોનમાં અણીવાળા ભાગથી ઉપર તરફ લોટની પટ્ટીને સહેજ ક્રોસમાં લપેટી લેવી.
 6. આ રીતે બધા કોન તૈયાર કરી લેવા.
 7. બધા કોનને એલ્યુમિનિયમ ટ્રેમાં ગોઠવી દેવા અને ઉપર મેલ્ટેડ બટરથી પૉલિશ કરી લેવા.
 8. 200 ડિગ્રીએ 30-35 મિનિટ સુધી બેક કરી લેવા.
 9. ઓવન માંથી બહાર કાઢી 10 મિનિટ પછી ધીમે થી કાગળના કોનને બહાર કાઢી લેવા.
 10. આ રીતે બધા કોન તૈયાર કરી લેવા.

ક્રીમ બનાવવાની રીત :

 1. હૂંફાળા દૂધમાં આઇશીંગ સુગર નાંખી ચમચી વડે બરાબર મિક્સ કરવું.
 2. સુગર બરાબર ઓગળી જાય પછી બટરસ્કોચ એસેન્સ નાંખી બરાબર હલાવવું આ રીતે સુગર સિરપ તૈયાર કરવું.
 3. આ મિશ્રણને 2-3 કલાક ફ્રીજમાં રાખવું.
 4. બટરના નાના ટુકડા કરી કાચના બાઉલમાં લઈ, વ્હીપિંગ મશીનથી સ્મૂધ થાય ત્યાં સુધી ફીણવું.
 5. પછી તેમાં એક ચમચો તૈયાર કરેલ સુગર સિરપ એડ કરી, ફીણતા રહેવું અને થોડું-થોડું કરી બધું મિશ્રણ એડ કરી દેવું અને ફીણતાં રહેવું.
 6. ક્રીમ બરાબર ફ્લ્ફી (હલકું) થયી જાય પછી પ્લાસ્ટિકના કોનમાં ભરી રોલમાં ફિલ કરી દેવું.
No Comments

Sorry, the comment form is closed at this time.