09 Nov પાલખની દાળ
- પાલખના પત્તાને ધોઈને એકની ઉપર એક મૂકી રોલ કરી ઝીણાં સમારી લો.
- ત્યારબાદ તેને 1 મિનિટ ઉકળતા પાણીમાં ઉકાળીને એક બાઉલમાં કાઢી લેવા અને ઠંડા પાણીથી ઠંડા કરી લેવા.
- હવે કુકરમાં ચણાની દાળ, તુવેરની દાળ અને મસુરની દાળ લઈ તેમાં પાણી, મીઠું અને હળદર નાંખી 3-4 વ્હિસલ કરી બાફી લેવી.
- એક કડાઈમાં તેલ લઈ જીરાનો વઘાર કરી તેમાં આદું મરચાં અને ટમેટાં નાંખો.
- પછી લાલ મરચું અને ધાણાજીરું નાંખી ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં પાલખ નાંખો, થોડીવાર સાંતળો પછી તેમાં બાફેલી દાળ નાંખો.
- પછી થોડું પાણી નાંખો અને ચડવા દેવું.
- પછી તેમાં ગરમમસાલો, લીંબુ નો રસ નાંખી ઉકાળો અને થોડી કોથમીર નાંખો.
- 5 મિનિટ ઉકાળી તેને બીજા વાસણમાં લઈ લો.
- હવે તેમાં ઉપરથી ફરી વઘાર કરવા એક નાની કડાઈમાં ઘી ગરમ કરો.
- તેમાં જીરું, સૂકા મરચાં અને લાલ મરચું પાઉડર નાંખી વઘાર કરો.
- તેને બનાવેલ દાળ ઉપર રેડી દો અને કોથમીર નાંખી ગરમા-ગરમ પીરસો.
Sorry, the comment form is closed at this time.