09 Nov પાપડીનું શાક
- પાપડીને ધોઈને ખોલીને સુધારી લેવી
- તલને અલગથી શેકી લેવા.
- હવે, એક કુકર લઈ તેમાં વઘાર માટેનું તેલ ઉમેરીને ગરમ કરો.
- ત્યારબાદ રાઈ, જીરું ઉમેરી તે ફૂટે એટલે આદું- મરચાંની પેસ્ટ નાંખો.
- બરાબર હલાવો.પછી પાપડી ઉમેરીને બરાબર મિક્સ કરી હલાવો.
- હવે, તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું ઉમેરો.
- હવે, અડધો ગ્લાસ પાણી ઉમેરી હલાવીને ઢાંકી દો.
- એક-બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારો.
- તલ અને કોપરાનું છીણ ઉમેરી હલાવો.
- ત્યારપછી કોથમીર નાંખી ઉમેરો.
- લીંબુનો રસ ઉમેરી લો.
Sorry, the comment form is closed at this time.