09 Nov પાઇનેપલ જામ
- સૌ પ્રથમ પાઇનેપલને છાલ અને કાંટા કાઢી, સાફ કરી ધોઈને નાના ટુકડા કરી લેવા.
- પાઇનેપલની મિક્સરમાં સ્મૂથ પેસ્ટ કરી લેવી.
- હવે એક નોન-સ્ટિક પેનને ગરમ કરવા મૂકી, તેમાં પાઇનેપલનો પલ્પ નાંખી થોડી વાર હલાવવું.
- પછી તેમાં ખાંડ ઉમેરી ધીમી આંચ પર ઉકાળવું, ખાંડ અને પલ્પ બરાબર મિક્સ થાય એ રીતે હલાવતા રહેવું.
- ગેસની આંચ મીડિયમ કરી પલ્પ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
- જામ થઈ જવા આવે ત્યારે લીંબુનો રસ અને ચપટી પીળો કલર નાંખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
- જામ ઠંડો થઈ જાય એટલે હવાચુસ્ત બોટલમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરવો.
Sorry, the comment form is closed at this time.