09 Nov દાલવડાં
- મગની દાળને 3 થી 5 કલાક પલાળી રાખવી.
- પછી બરાબર ધોઈ, થોડી દાળ મિક્સર જારમાં લઈ તેમાં આદું મરચાં પણ લઈ મિક્સરમાં વાટી લેવા.
- ત્યારબાદ પાણી ઉમેર્યા વગર બાકીની દાળ વાટી લેવી.
- દાળને અધકચરી વાટવી અને ખીરું લીસુ ન થાય તેનું ધ્યાન રાખવું.
- પછી આ ખીરામાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી.
- પછી ગેસ ઉપર તળવા માટે તેલ મૂકવું અને વડા તેલમાં તળવા.
- વડા મીડિયમ ગેસ પર તળી લેવા.
Sorry, the comment form is closed at this time.