ટોમેટો વેફર

09 Nov ટોમેટો વેફર

  1. સૌથી પહેલા બટેકાની છાલ કાઢી લો અને સ્લાઇસરની મદદથી પાતળી સ્લાઇસ કરી લો.
  2. બટેકાની સ્લાઇસ કાળી ન પડી જાય તે માટે તેને તરત પાણી ભરેલા બાઉલમાં રાખવી.
  3. હવે એક કોટનના કપડાં પર આ સ્લાઇસને પાથરો અને બીજા એક કોટનના કપડાથી તેને ઢાંકી લો.
  4. સ્લાઇસ સુકાય નહીં ત્યાં સુધી તેને ઢાકેલી જ રાખો.
  5. સ્લાઇસ સુકાય જાય તો તેને એક પ્લેટમાં કાઢી લો
  6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ વ્યવસ્થિત ગરમ થયા પછી વેફર્સ તળી લો.
  7. હવે આ વેફર્સ પર ટોમેટો પાઉડર, મીઠું અને મરી પાઉડર નાખી હળવે હાથે મિક્સ કરો.
  8. તૈયાર છે ટોમેટો વેફર્સ.
No Comments

Sorry, the comment form is closed at this time.