09 Nov જીરા ખારી
- પફ પેસ્ટ્રી શીટને અડધા ઇંચની જાડાઈ રહે તેટલી વણી લેવી.
- પછી શીટની ચારે બાજુથી કિનારીઓ બરાબર કાપી લેવી.
- પછી ખારીના શેપમાં કટરથી કટ કરી લેવું.
- 3 સરખા ભાગમાં કટ કરી અડધો ઇંચ પોહળી પટ્ટીઓ કાપવી.
- તે પટ્ટીઓ બેકિંગ ટ્રેમાં થોડા થોડા અંતરે ગોઠવવી.
- હવે તેની પર આખું જીરું હળવા હાથે ચીપકાવી દેવું.
- 250 ડિગ્રીએ ઓવનને 10 મિનિટ અગાવ પ્રીહિટ કરી લેવું, અને પછી ખારીને 30 મિનિટ બેક કરવી.
- બનેલી ખારીને એક ક્લાક ઠંડી થવા દેવી, ત્યારબાદ 100 ડિગ્રીએ ઓવનને ફરી પ્રીહિટ કરી લેવું.
- ખારીને ફરીથી 20-25 મિનિટ માટે 100 ડિગ્રી તાપમાને બેક કરી લેવી.
- ખારી ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થશે. એટલે બનીને તૈયાર.
Sorry, the comment form is closed at this time.