09 Nov જામફળ કેક
- સૌ પ્રથમ જમરૂખને ધોઈ લો, ત્યારબાદ સમારી લો અને અડધા કપ પાણીમાં ઉકાળો પછી ઠરવા દો.
- હવે મિક્સરમાં જ્યૂસ બનાવી ગરણીથી ગાળી લેવું અને જરૂર જણાય તો પાણી નાંખો.
- હવે એક મોટા વાસણમાં તૈયાર થયેલું જ્યૂસ લો.
- તેમાં દહીં, લીંબુનો રસ, ખાંડ, ઘી નાંખી મિક્સ કરો.
- પછી તેમાં રવો નાંખી ફટાફટ હલાવો.
- તેમાં મેંદો, કોકો પાઉડર, ખાંડ પાઉડર, જાયફળ પાઉડર અને બેકિંગ સોડા નાંખી હલાવો અને 2 મિનિટ માટે મૂકી દો.
- કેક ટીનને ઘી અથવા બટર વડે ગ્રીસ કરો.
- તેમાં તૈયાર થયેલું મિશ્રણ નાંખો.
- હવે પ્રિ-હિટેડ ઓવનમાં 180C ડિગ્રી તાપમાને 30-35 મિનિટ બેક કરો.
- ત્યારબાદ કેકમાં એક ચપ્પુ નાંખી ચેક કરો જો ચપ્પા સાથે મિશ્રણ ચોંટેલું રહે તો થોડી વાર વધારે બેક કરો.
- તૈયાર થાય બાદ થોડીવાર ઠરવા દો, ઠરી ગાય બાદ કટ કરી દૂધ સાથે તેનો આનંદ લો.
Sorry, the comment form is closed at this time.