ગાજરનું સૂપ

09 Nov ગાજરનું સૂપ

  1. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, ઝીણા સમારવા.
  2. બટાકાંને છોલી ઝીણા સમારવા.
  3. એક તપેલીમાં બટર ગરમ કરી, તેમાં તમાલપત્ર નાંખી, તેમાં 4-5 કપ પાણી નાંખી ઉકાળવું.
  4. પાણી ઉકળે એટલે તેમાં આદું, બટાકાં અને ગાજરના ટુકડાનાંખવા.
  5. બધું શાક બફાય એટલે ગેસ બંધ કરી, ઠંડું કરી, બ્લેન્ડરથી એક રસ કરી, ગરણીથી ગાળી લેવું.
  6. પછી એક તપેલીમાં સૂપ ગરમ કરવા મુકવો.
  7. સૂપ ઉકળે અને થોડો ઘટ્ટ થાય એટલે તેમાં તજ-મરીનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ બંધ કરવો.
  8. એક બાઉલમાં સૂપ કાઢી, તેમાં થોડી ક્રીમ, લીલા ધાણા અને થોડા બ્રેડના ટુકડા નાંખી, ગરમ-ગરમ સૂપ આપવો.
No Comments

Sorry, the comment form is closed at this time.