09 Nov ગળ્યાં પૂડલાં
- ગોળને એક તપેલીમાં લઈને 2-3 કપ પાણીમાં બરાબર ઓગળી દેવો.
- ત્યારબાદ ઘઉંના લોટને પાણીમાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.
- આ રાબડાને જરૂર પડે તો પાણી ઉમેરી માપસરનું ઘટ્ટ કરી શકાય.
- ત્યારબાદ એક નોનસ્ટીક પેન ગરમ મૂકી તેમાં નીચે તેલ લગાવી ઉપર રાબડું પાથરી દેવું.
- પૂડલાંની આજુબાજુ તેલ નાંખી 1-2 મિનિટ ચડવા દેવો.
- પછી ઊથલાવીને બીજી બાજુ 1-2 મિનિટ ચડવા દેવો. પૂડલાં તૈયાર છે હવે તેને પીરસી શકાય.
Sorry, the comment form is closed at this time.