ખાટિયાં ઢોકળાં

09 Nov ખાટિયાં ઢોકળાં

  1. સૌ પ્રથમ ચોખા, ચણાની દાળને થોડા થોડા પ્રમાણમાં લઈ મિક્સરમાં પીસીને ખીરું તૈયાર કરવું.
  2. એક બાઉલમાં પીસેલું ખીરું અને મકાઈનો લોટ લઈ તેમાં ખાટી છાશ ઉમેરી હલાવવું.
  3. પછી હૂંફાળું પાણી ઉમેરી હલાવતા જવું.
  4. ખીરું ઘાટું રાખી આથો લાવવા માટે 8 કલાક ઢાંકીને રાખી મૂકવું.
  5. હવે એક ઢોકળાંના કુકરમાં પાણી મૂકી ગરમ થવા દેવું.
  6. પલાળેલા ખીરામાં હવે હળદર, મીઠું, આદું- મરચાંની પેસ્ટ નાંખી હલાવવું.
  7. એક વાસણમાં લઈ તેમાં સોડા અથવા ઇનો (1/2 ટી સ્પૂન) નાંખી તેના પર લીંબુનો રસ નાંખી હલાવવું.
  8. હવે ઢોકળાં બનાવાની થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરવું.
  9. ઉપરથી લાલ મરચું ચારેબાજુ ભભરાવી ઢોકળાંના કુકરમાં મૂકી 10-15 મિનિટ ચડવા દેવું.
  10. બની જાય એટલે થાળી કાઢી તેને ચોરસ કાપા કરવા.

વઘાર માટે :

  1. એક વઘારિયામાં તેલ લઈ તેમાં રાય, લીમડાના 10-15 પાન, સફેદ તલ, લીલાં મરચાં સમારેલા નાખવા.
  2. આ વઘારને ઢોકળાં પર નાખવું.
  3. ઉપરથી છીણેલું કોપરું પણ નાંખી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.