ક્રીમ બિસ્કિટ

09 Nov ક્રીમ બિસ્કિટ

  1. ઓવનને 180 ડિગ્રી પર પ્રિહીટ કરવા મૂકી દો.
  2. બેકિંગ ટ્રેમાં થોડું ઘી લગાડી તૈયાર રાખો.
  3. એક બાઉલમાં માખણ અને ખાંડ ને મિક્સ કરી એકદમ સ્મૂધ થઈ જાય ત્યાં સીધી ફીણવું.
  4. હવે થોડો થોડો લોટ અને કસ્ટર્ડ પાઉડર ઉમેરતા જાવ અને હલાવતા જાવ.
  5. પછી તૈયાર મિશ્રણના એકસરખા નાના ગોળા કરી બેકિંગ ટ્રે માં વચ્ચે થોડી જગ્યા રાખી ગોઠવી દો.
  6. હવે ફોર્કની મદદથી હળવા હાથે દબાવી દો.
  7. 12 થી 15 મિનિટ સુધી બેક કરો અને ટૂથપિકથી ચેક કરી લેવું.
  8. હવે બિસ્કીટને બહાર કાઢી ઠંડા થવા દો.
  9. તે દરમ્યાન ક્રીમ તૈયાર કરવા માખણ અને ખાંડને મિક્સ કરી ફીણી લેવું.
  10. હવે એક બિસ્કિટ લઈ તેના પર ક્રીમ લગાડી ઉપર બીજું બિસ્કિટ મૂકવું.
  11. આ રીતે બધા ક્રીમ બિસ્કિટ તૈયાર કરી લેવા.
No Comments

Sorry, the comment form is closed at this time.