09 Nov કાજુ-બદામના લાડુ
- એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું અને તેમાં કાજુ, બદામ અને અખરોટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો.
- હવે આ શેકેલા ડ્રાયફ્રૂટ પીસી લો.
- હવે એક કડાઈમાં ગોળ લઈ તેમાં 2 ચમચી ઘી નાંખી ગોળનો પાયો લો.
- ડ્રાયફ્રૂટના ભૂકામાં તે પાયો નાંખી ઇલાયચી પાઉડર અને ઘી નાંખી તેના લાડુ વાળી દો.
પાયો લેવા માટે:
- ગોળને ઝીણો સમારી લેવો.
- તેમાં 2 ચમચી ઘી ઉમેરીતેને ગેસ ઉપર ગરમ કરો.
- ગોળ ઓગળી જાય અને તેમાં પરપોટા વળવા લાગે એટલે પાયો રેડી છે.
પાયો ચેક કરવા:
- એક વાટકીમાં પાણી લઈ તેમાં પાયાના 3-4 ટીપાં નાંખો.
- જો તે ઓગળે નહીં અને જેમ છે એમ જ રહે એટલે બરાબર છે.
Sorry, the comment form is closed at this time.