09 Nov કાજુ-પિસ્તાપૂરી
- કાજુ ને બે મિનિટ ગરમ પાણીમાં પલાળી ને કાઢી લો.
- પછી તેને એક કપડાં મા પાથરી ને કોરા કરી લો.
- હવે કાજુ અને પિસ્તાને ઝીણા પીસી લો.
- પીસેલા કાજુ અને પિસ્તામાં દળેલી ખાંડ તથા ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- હવે પાણીમાં કેસરના તાંતણા ઉમેરી લો.
- તૈયાર કરેલા કાજુ-પિસ્તાના મિશ્રણનો કેસરવાળા પાણીથી ભાખરી જેવો કડક લોટ બાંધી લો.
- હવે તેમાંથી નાની જાડી પૂરી બનાવી લો.
- હવે ઓવન ને ૧૮૦°c પર પ્રીહીટ કરી લો.
- હવે પ્રીહીટેડ ઓવન માં બનાવેલી પૂરીને બદામી થાય ત્યાં સુધી બેક કરી લો.
- ઠંડી થાય પછી સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.