09 Nov કાજુ-અંજીર રોલ
- ઠંડા કાજુને ક્રશ કરીને ખાંડની દોઢ તારની ચાસણીમાં ઉમેરી દેવા પછી મિક્સ કરીને માવા જેવું બનાવવું અને તેને ઠંડું થવા દેવું.
- હવે અંજીરને ગરમ પાણીમાં પલાળીને તેના નાના ટુકડા કરીને ક્રશ કરી લેવા.
- એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીને તેમાં ક્રશ કરેલા અંજીરને શેકી લેવા.
- તેમાં બધું પાણી બળી જાય અને માવો થોડો કઠણ થાય પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરીને પછી ગેસ બંધ કરી દેવો.
- હવે અંજીરના માવા ને ઠંડો પડવા દેવો અને તેના પાતળા રોલ કરી લેવા.
- હવે કાજુના માવા માંથી પાતળી પટ્ટી વાળી તેના ઉપર અંજીરના બનાવેલ રોલ મૂકીને કાજુની પટ્ટીને રોલ કરી દેવી.
- કાજુ અંજીર ના રોલ ઉપર વરખ લગાવીને તેના નાના પીસ કટ કરી લેવા
Sorry, the comment form is closed at this time.