09 Nov ઓંટ ખીચડી
- મગની દાળને ધોઈને 5 મિનિટ પાણીમાં પલાળો.
- કૂકરમાં ઘી મૂકીને ગેસ પર મૂકો.
- ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, લીમડો, આદું નાંખીને મિક્સ કરો.
- થોડી વાર થવા દો પછી લીલું મરચું નાંખો.
- 1 મિનિટ રહીને ઝીણા સમારેલા ટમેટાં નાંખો. ટમેટાં થોડા ઢીલા થવા દો.
- પછી સમારેલું ગાજર અને વટાણા નાંખીને 2–3 મિનિટ માટે સાંતળો.
- પછી મગની દાળને પાણીમાંથી કાઢીને, ઉપરના મિશ્રણમા ઉમેરી દો.
- પછી હળદર ઉમેરી 2–3 મિનિટ રહેવા દો.
- પછી ઓટ, મીઠું નાંખીને 3 મિનિટ સાંતળો.
- પાણી નાંખીને મિક્સ કરો (પાણી જે રીતે ખીચડીમાં વાપરીએ એ પ્રમાણે નાખવું).
- ગેસ મીડિયમ રાખવો અને કૂકરની 2 સીટી વગાડવી.
- પછી ખીચડી કાઢીને તેના પર સમારેલી કોથમીર નાંખીને ગરમા ગરમ પીરસવું.
Sorry, the comment form is closed at this time.