09 Nov આલુ કચોરી
- બાઉલમાં લોટ લઈને તેમાં 4 ચમચી ઘી અને મીઠું નાંખી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો.
- હવે તેમાં પાણી ઉમેરીને કઠણ લોટ બાંધવો અને તેને કાપડથી ઢાંકીને એક બાજુ મૂકી દો.
- પ્રેશર કૂકરમાં બટાટાં બાફવા મૂકવાં અને બાફેલાં બટાકાંની છાલ ઉતારીને નાના ટુકડા કરી લો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
- તેલમાં જીરું નાંખો. જીરું કકડાઈ જાય એટલે તેમાં ધાણા પાઉડર, લીલાં મરચાં, આદું, મીઠું અને બટેટાં નાંખો.
- 2-3 મિનિટ માટે ફ્રાય કરો.
- બરાબર બટાટાંનો માવો બની જાય પછી તેના એકસરખા ગોળા કરી લેવા.
- હવે તૈયાર કરેલા લોટમાંથી એકસરખા લૂઆ કરી લેવા.
- તેમાંથી એક લૂઓ લઈને તેને થોડી જાડી પૂરી જેમ વણી લો.
- તેમાં બટેટાંનો માવો ભરીને બધી બાજુથી પૂરી વાળીને પેક કરી દો.
- તેની ફરી થોડી જાડી પૂરી વણી લો. એમ બાકીની બધી કચોરી વણી લો.
- હવે આ કચોરીઓને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ગરમા-ગરમ સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.