અંગૂર રબડી

09 Nov અંગૂર રબડી

અંગૂર બનાવવા માટે:

 1. 2 લિટર દૂધને ગરમ કરવા માટે મૂકી દો.
 2. લીંબુના રસને દૂધનો એક ઊભરો આવે પછી થોડું થોડું એક એક ચમચી ઉમેરતા ઉમેરતા હલાવવું.
 3. દૂધમાંથી પનીર છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી એક કોટનના કપડામાં પનીર નાંખી તેમાંથી પાણી નીતરી જાય એટલે વધારાનું પાણી પોટલી વાળી હાથથી દબાવીને નિતારી લેવું.
 4. પાણી નીતરી જાય એટલે ઠંડું સાદું પાણી ઉમેરી પનીર ધોઈ લેવું.
 5. પનીરમાંથી પાણી નીતરે ત્યાં સાઇડમાં એક કડાઈમાં 1 કપ ખાંડ અને ૨ કપ જેટલું પાણી ઉમેરી તેને ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવું. અહી ખાંડને ઓગાળવાની જ છે ચાસણી નથી બનાવવાની.
 6. પનીર ડ્રાય થઈ જાય એટલે તેને એક વાસણમાં બરાબર મસળી મુલાયમ કરી તેના નાના-નાના રસગુલ્લા કરી લેવા.
 7. બધા રસગુલ્લાને ચાસણીમાં એક ઊભરો આવે એટલે તેમાં રસગુલ્લા નાંખી દેવા.
 8. રસગુલ્લા ડબલ સાઇઝના થઈ જાય એટલે ગેસ બંધ કરી રસગુલ્લા એક બાઉલમાં કાઢી લેવા સાથે થોડી ચાસણી પણ લઈ લેવી.

રબડી બનાવવા માટે:

 1. હવે રબડી બનાવવા માટે એક વાસણમાં દૂધને ગરમ કરવા મૂકવું અને તે અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળવું.
 2. હવે તેમાં પહેલાથી જ થોડા દૂધમાં પલાળેલું કેસર ઉમેરવું અને હલાવતા રહેવું.
 3. થોડીવાર પછી ઇલાયચી પાઉડર એડ કરી દેવો.
 4. આ રબડી માટે દૂધ તૈયાર છે તેને ઠંડું થવા દેવું.
 5. હવે ચાસણીમાંથી રસગુલ્લાને એક બાઉલમાં લેવા અને તેના ઉપર રબડીને ઉમેરવી અને તેની ઉપર પિસ્તાની કાતરીથી ગાર્નિશ કરી ફ્રીજમાં ઠંડી કરીને પીરસવી.
No Comments

Sorry, the comment form is closed at this time.