શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ વડોદરા તથા કુંડળધામના નામે નોંધાયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ગત તારીખ ૦૬ મે ૨૦૨૨ ના રોજ નિજ મંદિરમાં બિરાજિત શ્રીઘનશ્યામ મહારાજના અઢારમા પાટોત્સવની તારીખ મુજબની ઉજવણી નિમિત્તે ૧૧,૧૧૧ પુસ્તકોની મદદથી, 'Happy 18" Birthday Ghanshyam Maharaj!' એવું વાક્ય પૂજય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની પ્રેરણાથી ૨00 ઉપરાંત સંતો-ભક્તો દ્વારા લખવામાં આવ્યું હતું.
"ઘનશ્યામ મહારાજ" શ્રીસ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ હોવાથી. 'Happy 18" Birthday Ghanshyam Maharaj!' એવું આ વાક્ય પુસ્તકોની મદદથી લખાયેલું દુનિયાનું સૌથી મોટું વાક્ય બન્યું હતું . આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની નોંધણી શ્રી ઘનશ્યામ મહારાજ કારેલીબાગ, વડોદરા અને પૂજય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામના નામે થઇ છે. આ વાક્ય લખવા માટે ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ ચાર ભાષાના ૧૧, ૧૧૧ 'વર્ડર્સ ઓફ અફેશન' (વાલપના વેણ) નામના પુસ્તકોનો ઉપયોગ કરાયો હતો. આ પુસ્તક પરિવારમાં સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું તેનું સચોટ અને સફળ માર્ગદર્શન પુરું પાડતું અનોખું પુસ્તક છે. તે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા ચાર ભાષામાં પ્રકાશિક કરાયેલું છે. તેનો લાખો લોકોએ લાભ લઇ પોતાના પરિવારમાં સંસ્કારોનું સિંચન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે તારીખ ૧૩ જૂન ૨૦૨૨ ને બુધવારે કારેલીબાગ, શ્રીસ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે પૂજય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને આ રેકોર્ડનું સર્ટીફીકેટ સત્સંગના વરિષ્ઠ ભક્તોના હસ્તે અર્પણ કરાયું હતું તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્તોને પૂજય સ્વામીજીએ આશીર્વચનનો લાભ આપ્યો હતો. સાથોસાથ સૌ ભક્ત જનો એ આ દિવ્ય ઘડિઓનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.