Kundaldham | Nov 1, 2021
કુંડળધામમાં તા.૦૧/૧૧/૨૦૨૧ના રોજ ભક્ત સરોવરમાં ૪૦ ફૂટ ઊંચી શ્રીભક્તેશ્વર મહાદેવજીની તેમજ સંત સરોવરમાં ૨૧ ફૂટ ઊંચી વર્ણિરાજ શ્રીનીલકંઠજીની મૂર્તિનું સ્થાપન પ.પૂ.સદ઼. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ તથા ભારતના મા.ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વિરાટકાય મૂર્તિનાં દર્શન કરી હજારો ભાવિક ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ મૂર્તિ માત્ર ત્રણ જ દિવસમાં તૈયાર કરી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ વિરાટ મૂર્તિ પધરાવવા બદલ પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને LARGEST FIBRE IDOLS ના નામથી ASIA BOOK OF RECORDS અને INDIA BOOK OF RECORDS એમ બે એવોર્ડસ્ પ્રાપ્ત થયા છે. જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવની વાત છે.