તા.૧૯મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સુપ્રસિદ્ધ કુંડળધામ ખાતે યોજાયેલા અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમને ધાર્મિક મૂર્તિઓના સૌથી મોટામાં મોટા પ્રદર્શનના ટાઇટલથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્માં સ્થાન મળ્યું છે.
શ્રીસ્વા. મંદિર, કારેલીબાગ-વડોદરામાં ઘનશ્યામ મહારાજના ૧૮માં પાટોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા.૧૭/૫/૨૦૨૨ના રોજ સાંજે ૬ કલાકે વડોદરા આવ્યા હતા. આ ત્રણેય એવોર્ડસ્નું માં.રાજ્યપાલશ્રી તથા પૂ.ગુરુજીએ હજારો હરિભક્તોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું.
ત્રણ ત્રણ એવોર્ડ મેળવનાર આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણના ૭૦૭૦ (સાત હજાર સિત્તેર) વિવિધ સ્વરૂપોને ૨૭ વર્તુળમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને પ્રત્યેક સ્વરૂપોની આગળ બે બે એમ કુલ મળી ૧૫૦૦૦ શુદ્ધ ઘીના દીવડા કરવામાં આવ્યા હતા.