આજના ટેક્નોલોજિના યુગમાં ઇન્ટરનેટ, મોબાઇલ જેવા ઉપકરણો અને તેમાં વપરાતી જુદી જુદી એપ્લિકેશન્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે; ત્યારે તેના માધ્યમે જુદી જુદી રીતે છેતરપિંડીના પણ ઘણા બનાવો બનેછે, જેમાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ બને છે.
આવા સમયે કુંડળધામમાં તા.૦૫/૦૩/૨૦૨૨ના રોજ પૂ.ગુરુજીની પ્રેરણાથી ‘ઓનલાઇન તથા મોબાઇલ છેતરપિંડી’ થી બચવાનું માર્ગદર્શન મેળવવા Cyber Crime & Economic offences સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના પ્રવક્તા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રીઅમિત વસાવા-આઇ.પી.એસ. રહ્યા હતા. આ સેમિનારમાં
1. સાઇબર ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે ?
2. સાઇબર ક્રાઇમ એટલે શું ?
3. તેમાં શું સાવચેતી રાખી શકાય ? વગેરે...
બાબતોની ખૂબ સુંદર રીતે છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં સાઇબર ફ્રોડ, સોશિયલ મીડિયા બુલીંગ, હેકીંગ, એન્ડ અનઓર્થોરાઈઝડ એક્સેસ વગેરે માધ્યમે થતા વિવિધ પ્રકારના ફ્રોડની સચોટ માહિતી પૂરી પાડી હતી.
તેઓએ જણાવ્યું હતું કે ‘ઇન્ટરનેટની દુનિયાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. મોટાભાગે ડર કે ભાત ભાતની લાલચને કારણે લોકો છેતરાતા હોય છે.’ આ બાબતનું ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું. વળી, પ્રશ્નોત્તરીના માધ્યમે ઘણા બધા યુવાનોના લાઇવ પ્રશ્નોનું સમાધાન પણ કર્યું હતું. પૂ.ગુરુજીએ મા.શ્રીઅમિત વસાવાની નિ:સ્વાર્થભાવનાથી રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા હતા