26 Nov સરગવો
સરગવો એ મોરીગેસી કૂળનું વિશ્વનું અગત્યનું એન અદભૂત ઝાડ છે. આ ઝાડના દરેક ભાગો જેવા કે પાન, ફૂલ, ફળ અને મૂળ સારા એવા પોષક દ્રવ્યો ધરાવે છે અને ઘણા રોગો અટકાવવા ઉપયોગી છે. તેથી હોમીયોપેથી અને આયુર્વેદિક દવાઓની બનાવટમાં વપરાય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે.
Sorry, the comment form is closed at this time.