26 Nov લવિંગ
લવિંગ એ મિર્ટેસી કુળના સાયઝિજીયમ એરોમેટિકમ નામના સુગંધી વૃક્ષની સુકાવેલી કળીઓ છે. લવિંગ એક એવો મસાલો છે, જે ખાવાની અનેક આઈટમોમાં વપરાય છે. જેનાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. લવિંગ માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ તે અનેક ઔષધિય ગુણો માટે પણ જાણીતું છે. આયુર્વેદ પ્રમાણે લવિંગ તીખાં અને કડવાં, પચવામાં હલકાં, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઠંડાં, લાળગ્રંથિઓને ઉત્તેજિત કરનાર, યકૃત ઉત્તેજક, મુખ દુર્ગંધનાશક, લોહીનું દબાણ વધારનાર, કફ અને પિત્તનાશક તથા નેત્ર માટે હિતકારી છે.
Sorry, the comment form is closed at this time.