26 Nov તમાલપત્ર
તમાલપત્ર એક ભારતીય મસાલા તેમજ આયુર્વેદિક દવા છે. તેના ઉપયોગથી ભોજનમાં એક વિશિષ્ટ સ્વાદ અને સુગંધ આવે છે. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.
Sorry, the comment form is closed at this time.