09 Nov સાબુદાણાની ખીર
- સૌ પ્રથમ સાબુદાણાને 2 થી 3 કલાક પાણીમાં પલાળી દો.
- એક કડાઈમાં મીડિયમ ગેસ પર દૂધને ગરમ કરો.
- એક અલગ વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં કેસરને પલાળવું.
- હવે સાબુદાણાને દૂધમાં નાંખીને ધીમા તાપે ચડવા દો.
- સાબુદાણા કાચ જેવા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.
- ત્યારબાદ ખાંડ નાંખી તેને ઊકળવા દો.
- 5 થી 7 ઉભરા પછી ગેસને બંધ કરી દો.
- હવે તેમાં બધા ડ્રાયફ્રૂટ, એલચી પાઉડર અને કેસરનું મિશ્રણ ભેળવી દો.
- તૈયાર છે સાબુદાણાની ખીર.
- ગરમાગરમ તેમજ ફ્રીજમાં ઠંડી કરીને પણ પીરસી શકાય છે.
Sorry, the comment form is closed at this time.