સાબુદાણાનાં વડાં

09 Nov સાબુદાણાનાં વડાં

  1. સૌ પ્રથમ સાબુદાણાને એક વાસણમાં લઈને 2 કે 3 વાર બરાબર ધોઈને પલાળી દેવા.
  2. 3-4 કલાક સુધી સાબુદાણા પલળી જાય ત્યારબાદ તેને ગળણી અથવા જારીમાં કાઢી કોરા કરી લેવા.
  3. હવે એક વાસણમાં બાફેલાં બટેકાને છીણી તૈયાર કરી લેવા.
  4. ત્યારબાદ શીંગદાણાનો મિક્સરમાં ભૂકો કરી લેવો.
  5. પછી બાફેલાં બટેકાની છીણીમાં પલાળેલા સાબુદાણા, શીંગદાણાનો ભૂકો ઉમેરીને થોડું મિક્સ કરી દેવું.
  6. ત્યારબાદ આ મિશ્રણમાં પીસેલી લીલી મરચી, છીણી નાખેલું આદું, તલ, ખાંડ, લીંબુનો રસ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
  7. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવું.
  8. ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણમાંથી તમને મનપસંદ એવો આકાર આપી શકાય છે.
  9. ત્યારબાદ ગેસને ધીમો કરી તેમાં ધીમે-ધીમે સાબુદાણાના વડા તળવા. તે આછા લાલ કલરના થાય એટલે તેને ડિસમાં કાઢી લેવા.
No Comments

Sorry, the comment form is closed at this time.