વેજિટેબલ ફ્રેન્કી

09 Nov વેજિટેબલ ફ્રેન્કી

પેટીસ બનાવવા માટે:

 1. બાફેલાં રાજમા અને બટેટાં લઈને ક્રશ કરી તેમાં આદુંની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું સ્વાદાનુસાર નાંખી બરાબર મિક્સ કરો.
 2. તેમાં કોથમીર પણ ઉમેરો અને માવો તૈયાર કરો.
 3. હવે તેના લંબચોરસ આકારની પેટીસ તૈયાર કરો.
 4. તેને એક નોનસ્ટિક તવા(પેન) માં અડધી ચમચી જેટલું તેલ લો અને ટીકી તવા પર ગોઠવી બંને સાઇડ થોડી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો. એમ બધી જ પેટીસ શેકી લેવી.

મસાલો બનાવવાની રીત:

 1. એક નાના બાઉલમાં આપેલ સામગ્રીનો મસાલો લઈને બરાબર મિક્સ કરો અને ફ્રેન્કીનો સૂકો મસાલો તૈયાર કરો (આ મસાલો આપણે બે થી ત્રણ મહિના માટે વાપરી શકાય)

રોટલી બનાવવાની રીત:

 1. એક વાસણ માં ઘઉંનો લોટ અને મેંદો લઈને તેમાં મીઠું સ્વાદાનુસાર અને તેલ નાંખી બરાબર મિક્સ કરો.
 2. પાણીથી રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરો.
 3. ફ્રેન્કીની રોટલી નરમ બનાવવા માટે આ લોટને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકી ને સાઇડ પર રાખો.
 4. પછી તેમાંથી માપનાં લુઆ લઈને રોટલી વણવી પણ તે ખૂબ પાતળી ના વણવી.
 5. તેને લોઢીમાં બન્ને બાજું કાચી-પાકી શેકીલો. (રોટલી શેકવામાં તેલ કે ઘી નો ઉપયોગ કરવો નહીં)

ફ્રેન્કીબનાવવાની રીત:

 1. એક રોટલી ઉપર ટોમેટો સોસ લગાડો ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલું રાજમા અને બટેટાંની ટીક્કીને રોટલીની વચ્ચે મૂકો.
 2. તેની પર તૈયાર કરેલો સૂકો મસાલો સ્વાદાનુસાર નાંખો.
 3. બારીક સમારેલી કોબીજ અને કેપ્સીકમ મરચાંને ટક્કી ઉપર ગાર્નિશ કરીને રોટલીને બંને સાઇડથી વાળી લેવી.
 4. એક તવીમાં થોડું તેલ લઈને આ રોલને અડધી મિનિટ માટે બંને સાઇડ ફરીથી શેકવા અને ડિશમાં ગરમ-ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.