લચ્છા નાન

09 Nov લચ્છા નાન

  1. સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને તેલ લઈ મિક્સ કરી પછી ગરમ દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધતા જવું અને રોટલી કરતાં થોડો ઢીલો રાખવો અને તેને ભીનું કપડું કરી ઢાંકી 30 મિનિટ રહેવા દેવો.
  2. 30 મિનિટ પછી લોટના નાના લુઆ કરવા પછી તેમાંથી એક લૂઑ લઈ તેને રોટલી સાઇઝના વણી તેના પર 1 ટી સ્પૂન તેલ લગાવી તેના પર ઘઉંનો લોટ છાંટવો.
  3. પછી તેને એક પટ્ટી અંદરની સાઇડથી વાળી પછી બહારની સાઇડ વાળવી આમ આખી રોટલીને અંદર બહાર વાળી લેવી. પછી આ બનેલી પટ્ટીનો રોલ બનાવી લૂઓ કરી તેને પછી ફરી ગોળ વણવું.
  4. હવે લોઢી ગરમ થાય એટલે નાનને પાણી લગાવી લોઢીમાં મૂકવી જેથી એ છોટી જશે॰
  5. પછી એક સાઇડ શેકાય ગયા બાદ લોઢીને ઊંધી કરી નાનને ડાઇરેક્ટ ગેસ પર બીજી બાજુ શેકવી.
  6. તેના ઉપર ઘી અને બટર તથા કોથમીરવાળું મિશ્રણ લગાવી લઈ લેવું.
No Comments

Sorry, the comment form is closed at this time.