રીંગણાં-વટાણાનું શાક

09 Nov રીંગણાં-વટાણાનું શાક

  1. સૌ પ્રથમ રીંગણને નાના નાના ટુકડામાં સમારી લેવા.
  2. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેમાં જીરું નાંખી મીઠા લીમડાનાં પાન ઉમેરી આદું- મરચાંની પેસ્ટ અને ટમેટાં ના ટુકડા ઉમેરવા અને પછી સમારેલા રીંગણાં અને વટાણા ઉમેરીને મિક્સ કરી લેવા.
  3. ત્યારબાદ લાલ મરચું, ધાણાજીરું, હળદર અને મીઠું ઉમેરી બરાબર હલાવી તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી કુકર માં એક-બે વ્હિસલ થવા દેવી.
  4. ત્યારબાદ કુકર ખોલી શાકમાં ઉપરથી કોપરાનું છીણ અને કોથમીર નાંખી ગાર્નિશ કરવું
No Comments

Sorry, the comment form is closed at this time.