રીંગણાંનાં ભજિયાં

09 Nov રીંગણાંનાં ભજિયાં

  1. રીંગણાની પાતળી ચિપ્સ કટ કરી લો.
  2. તેમાં 1/2 ટી સ્પૂન લાલ મરચું, 1/2 ટી સ્પૂન મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 15 મિનિટ રહેવા દો.
  3. ત્યારબાદ ચણાના લોટમાં અજમો, જીરું, ધાણા, લાલ મરચું, હળદર, મીઠું અને લીલા ધાણા ઉમેરી દો.
  4. તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી માપસરનું ઘટ્ટ રાબડું કરી લેવું.
  5. હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ આવી જાય એટલે રીંગણાની ચિપ્સ રાબડામાં બોળી તેલમાં નાખવી.
  6. સહેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢી લેવી.
  7. રીંગણાના ભજીયાને સોસ સાથે સર્વ કરી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.