09 Nov રસ્ક ટોસ્ટ
- 1/2 કપ ગરમ પાણી લઈ તેમાં ખાંડ ઓગળો અને યીસ્ટ નાંખો તેને ગરમ જગ્યા હોય ત્યાં મૂકો.
- ત્યારબાદ લોટ, ખાંડ અને તેલ નાંખી ગરમ પાણી સાથે લોટ બાંધો પછી તેને ભીના કપડાં વડે ઢાંકી મૂકી રાખો.
- હવે લોટને દબાવો અને મસળો પછી ફરીથી ફૂલવા માટે મૂકી દો.
- બીજી વાર ફૂલે ત્યારબાદ તેને બ્રેડ જેવોઆકાર આપો અને તેને ઓવનની ટ્રેમાં મૂકો.
- હવે તેની ઉપર દૂધ લગાવો અને પ્રીહિટેડ ઓવનમાં 40-45 મિનિટ મૂકી દો.
- ત્યારપછી બહાર કાઢી ઠરવા દો.
- ઠરી જાય એટલે બ્રેડ ઉખાડી તેના 1/4 ઇંચ જેટલા કટકા કરો.
- હવે ફરીથી ઓવનમાં 150॰C જેટલા તાપમાને આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી રાખો.
- તો તૈયાર થયેલા રસ્કની દૂધ સાથે મજા માણો.
Sorry, the comment form is closed at this time.