રતાળુનું શાક

09 Nov રતાળુનું શાક

  1. સૌ પ્રથમ રતાળુને પાણીથી સાફ કરી નાના ટુકડા સમારી લેવા.
  2. હવે રતાળુને એક કડાઈમાં તેલ ગરમ કરીને સાંતળી લેવા.
  3. હવે તે જ ગરમ તેલમાં જ થોડું તેલ ઉમેરીને તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, તજનો 1 ટુકડો અને આદું-મરચાંની પેસ્ટ નાંખી વઘાર કરવો.
  4. હવે ટમેટાને ઝીણા સમારીને તેમાં ઉમેરવા અને હલાવતા રહેવું.
  5. હવે તેમાં ધાણાજીરું, હળદર, લાલ મરચું, ગરમમસાલો અને મીઠું ઉમેરવું.
  6. પછી તેમાં તળેલા રતાળુને નાંખી દો અને અડધો ગ્લાસ પાણી નાખવું અને શાકને ચડવા દેવું.
  7. શાક ચડી જાય એટલે નીચે ઉતારી તેમાં કોથમીર નાંખો.
No Comments

Sorry, the comment form is closed at this time.