09 Nov મેસૂબ
- સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું.
- હવે બીજી કડાઈમાં ખાંડમાં પાણી નાંખીને એક તારની ચાસણી બનાવવી.
- હવે આ ચાસણીમાં ચણાના લોટને થોડો થોડો કરીને ઉમેરવો અને તેમાં લમ્સ ના રહે તેમ હલાવતા રહેવું.
- હવે તેમાં ગરમ કરેલું ઘી થોડું થોડું કરીને નાખવું અને હલાવતા રહેવું અને ઘી ઉમેરતા રહેવું.
- હવે આ મિશ્રણને હલાવતા રહેવું અને ઘટ્ટ થાય અને ઘી કડાઈમાં છૂટવા લાગે ત્યાં સુધી ગરમ થવા દેવું અને હલાવતા રહેવું.
- ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં ઇલાયચીના દાણા નાંખીને એક ચોકીમાં પાથરી દેવું અને ચકતાં પાડી લેવાં.
Sorry, the comment form is closed at this time.