09 Nov મેંગો પેંડા
- એક કડાઈમાં ઘી, દૂધ, કેસર અને કેરીનો પલ્પ નાંખી ગરમ કરવું.
- બધું બરાબર મિક્સ થઈ જાય તે રીતે હલાવવું.
- પછી તેમાં ખાંડ ઉમેરવી અને ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
- ત્યારબાદ તેમાં દૂધનો પાઉડર અને કાજુ પાઉડર નાખવા.
- મિલ્ક પાઉડરના લમ્સ ન પડે તેનું ધ્યાન રાખવું.
- હવે આ મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈથી છૂટું પાડવા લાગે ત્યાં સુધી શેકતા રહેવું.
- આ મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈને ચોંટે નહીં ત્યારે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી લેવું.
- મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેના મનપસંદ આકારના પેંડા વાળી લેવા.
- તેના ઉપર બદામ ટુકડા લગાવીને ડેકોરેશન કરી શકાય.
Sorry, the comment form is closed at this time.