મિક્સ ફ્રૂટ જામ

09 Nov મિક્સ ફ્રૂટ જામ

  1. સફરજન છોલીને નાના ટુકડા કરી લેવા, ઓરેંજ, કેળાં અને ચીકુની છાલ ઉતારી પલ્પ તૈયાર કરવો, દ્રાક્ષને ધોઈને સાફ કરી લેવી.
  2. બધા ફ્રૂટને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી, તેને ગાળી લેવી.
  3. ક્રશ કરતી વખતે પાણી નાખવું નહીં ત્યારબાદ પલ્પનું વજન કરી પ્રમાણસર ખાંડ લેવી.
  4. એક નોનસ્ટિક પેનમાં પલ્પ લઈ ધીમા તાપે ગરમ થવા મૂકવું તથા ખાંડ નાંખી હલાવતા રહેવું.
  5. ઘટ્ટ થાય એટલે લીંબુનો રસ નાખવો.
  6. લચકા પડતું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું.
  7. ઠંડું થાય ત્યારે ચપટી કલર અને એસેન્સ નાંખી એરટાઈટ બોટલમાં ભરી લેવું.
No Comments

Sorry, the comment form is closed at this time.