09 Nov મારવાડી મરચાં
- બટાકાંના ઝીણા ટુકડા કરવા. કડાઈમાં 6 ચમચા જેટલુ તેલ મૂકી તેમાં બટાકાં નાંખી બદામી રંગના થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- હવે તેમાં વટાણા, મીઠું, આદું, મરચાં, મરી, લીંબુ, ગરમમસાલો નાંખી તેને ઠંડું પડવા દો.
- હવે તેમાં ખસખસ અને કોથમીર નાંખી મસાલો તૈયાર કરો.
- ત્યારબાદ મેંદાના લોટમાં ફૂડ કલર, મીઠું અને તેલ (60 મિલી ) નાંખી લોટ બાંધવો.
- જો ફૂડ કલરમાં મીઠું હોય તો લોટમાં મીઠું નાખવું નહીં.
- હવે લોટની નાની પૂરી વણો.
- આ પૂરીને કોન આકાર આપી તેમાં મસાલો ભરી ડીટીયાવાળા મરચાં નો આકાર આપો.
- આ તૈયાર થયેલા મરચાં ને સમોસાની જેમ તળી નાંખો.
- તૈયાર છે મારવાડી મરચાં.
Sorry, the comment form is closed at this time.