મગદાળ

09 Nov મગદાળ

  1. સૌ પ્રથમ મગની દાળને ધોઈ પ્રેશર કુકરમાં બાફવા માટે મૂકવી તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ઢાકણ બંધ કરીને બે વ્હિસલ થવા દો.
  2. બાજુમાં બીજા પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું નાંખીને સાંતળી પછી તેમાં આદું- મરચાંની પેસ્ટ અને તમાલપત્ર નાંખી સાંતળો.
  3. પછી તરત તેમાં બારીક સમારેલા ટમેટાં અને થોડું મીઠું નાંખીને ઘી છૂટે ત્યાં સુધી સાંતળો.
  4. સતળાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો પાઉડર, ગરમમસાલો અને મીઠું નાખવું.
  5. બધો જ મસાલો બરાબર સતળાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરવી.
  6. પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને 10 મિનિટ ધીમા તાપે ઊકળવા દેવું.
  7. ત્યારબાદ કોથમીર નાંખીને ગરમા ગરમ પીરસવી.
No Comments

Sorry, the comment form is closed at this time.