09 Nov ભાજીકોન
- એક બાઉલમાં મેંદો, મીઠું અને અજમો મિક્સ કરવા.
- તેમાં પાણી નાંખી લોટ બાંધી સાઇડ ઉપર ઢાંકીને મૂકી દેવો.
- ત્યારબાદ મિક્સરમાં આદું, મરચાં અને ટમેટાં પીસી પેસ્ટ બનાવવી.
- એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ નાંખી તૈયાર કરેલી પેસ્ટ નાંખી દો.
- તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, પાંઉભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- જ્યારે તેમાંથી તેલ છૂટવા આવે ત્યારે બાફેલાં બટેટાં અને વટાણા ઉમેરવા.
- ત્યારપછી સ્વાદાનુસાર મીઠું નાંખી 5 મિનિટ સુધી ભાજી ઊકળવા દેવી અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરવી.
- હવે પહેલા લોટ બાંધેલો હતો તેની રોટલી બનાવી વચ્ચેથી કાપો મારી 2 ભાગ કરી લો.
- હવે કોન મોલ્ડમાં એક ભાગને શેપમાં મૂકી, રોટલીની કિનારી પર પાણી લગાડી પેક કરી દેવી.
- એવી રીતે બધા જ કોન વાળી, કોન મોલ્ડમાં મૂકી તેલ ગરમ કરી તળી લેવા.
- જેમ જેમ તળાશે તેમ-તેમ કોન મોલ્ડથી કોન છૂટા પડી જશે.
- કોન ઠંડા થાય ત્યારબાદ તેમાં ભાજી ઉમેરો, ચીઝ ખમણો અને કોથમીર ભભરાવો.
- તૈયાર છે સ્વાદિષ્ટ ભાજી કોન.
Sorry, the comment form is closed at this time.