09 Nov બ્રુશેટા
- એક ટમેટાંના નાના ટુકડા કરો. કેટલાક બેઝિલના પાન બારીક કાપી લો. વાટકીમાં બધું મિક્સ કરો.
- બીજા ટમેટાને જાળી પર સીધા ગેસ પર મૂકો.
- જ્યાં સુધી તમે કાળા ડાઘન જુઓ ત્યાં સુધી ટમેટાને શેકવા.
- એકવાર થઈ જાય પછી ટમેટાંને બરફના ઠંડા પાણીમાં મૂકો.
- થોડા સમય પછી ટમેટાંની છાલ ઉતારી લો.
- પછી એ ટમેટાંના નાના ટુકડા કરો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી અને પછી થોડું ઓલિવ તેલ અને તાજા સમારેલા કોથમીરના પાન ઉમેરો.
- બધું મિક્સ કરો અને 10-15 મિનિટ માટે અથવા જરૂરી હોય ત્યાં સુધી એક બાજુ મૂકી દો.
બ્રેડ તૈયાર કરવા માટે:
- ઇટાલિયન બ્રેડને 1/2 ઇંચ જાડાઈમાં ત્રાંસા કાપી લેવા.(ફોટોમાં છે તે પ્રમાણે)
- બ્રેડની બંને બાજુ ઓલિવ ઓઇલને બ્રશ કરો.
- બ્રેડની સ્લાઇસને ગ્રીલ પર મૂકો ધીમા ગેસ પર.
- બ્રેડના ટુકડા ફેરવતા રહો.
- દરેક તૈયાર થયેલી બ્રેડ સ્લાઇસની ઉપર, અગાઉ તૈયાર કેરેલુ ટમેટાંવાળું મિક્સ હતું તે પાથરી દો.
- તાજા સુધારેલા કોથમીરથી ગાર્નિશ કરો અને તમારી બ્રુશેટ્ટા પીરસવા માટે તૈયાર છે.
Sorry, the comment form is closed at this time.