બ્રાઉની

09 Nov બ્રાઉની

પૂર્વ તૈયારી:

 1. લગભગ 10 મિનિટ પહેલા ઓવનને બેકિંગ માટે 180 C પ્રિહીટ કરી રાખો..
 2. વાપરતા પહેલા બટરને 20-25 મિનિટ ફ્રીઝની બહાર રાખવું જેથી તે પીગળી જાય અથવા 5 મિનિટ ગરમ કરીને પછી તેને થોડું ઠંડું કરી લેવું.
 3. બેકિંગ ટ્રે/પેનમાં બટર અથવા તેલ લગાવી લેવું.
 4. પછી તે બેકિંગ ટ્રેના પર બટર પેપર લગાવી દેવું, તેનાથી બ્રાઉનીને બેકિંગ ટ્રેમાંથી કાઢવી સહજ રહે છે.(પણ આ સ્ટેપ ઓપ્શનલ છે).
 5. બટર પેપર પર થોડું બટર લગાવી દેવું.

બ્રાઉની બનાવવાની રીત:

 1. મેંદો, બૂરું ખાંડ, મીઠું, બેકિંગ પાઉડર, કોકો પાઉડર બધાને એક સાથે મિક્સ કરીને સારી રીતે ચાળી લેવા.
 2. બીજા વાસણમાં પીગળી ગયેલું(ઠંડું) બટર લેવું, તેમાં દહીં અને વેનીલા એસેન્સ નાંખી તેને સારી રીતે મિક્સ કરી લેવા.
 3. તે મિક્સ કરેલા બટરવાળા મિશ્રણમાં, પહેલા સ્ટેપમાં ચાળેલી કોરી સામગ્રી થોડીક-થોડીક કરીને ભેળવવી.
 4. તેમાં ચોકલેટ ચિપ્સ અને અખરોટ ભેળવવો. હવે બ્રાઉનીના મિશ્રણને તૈયાર કરેલી બેકિંગ ટ્રેમાં લઈ લેવું.
 5. પછી ટ્રેને પ્રિહીટ કરેલા ઓવનમાં મૂકીને લગભગ 35-40 મિનિટ બેક કરી લો.
 6. પણ 20 મિનિટ પછી થોડું તેના પર ચેક કરતા રેહવું, કે તે બળી ન જાય.
 7. જયારે લાગે કે બ્રાઉની તૈયાર છે, તો તેમાં છરી નાંખીને જોઈ લેવું જો છરી ચોખ્ખી જ બહાર આવે તો બ્રાઉની તૈયાર છે.
 8. બ્રાઉનીને બેકિંગ ટ્રેમાંથી કાઢતા પહેલા ઠંડી થઈ જવા દેવી.
 9. ત્યારબાદ તેને બહાર કાઢીને બટર પેપર કાઢી લેવું અને તમારી પસંદ મુજબ તેને કાપી લેવી.
No Comments

Sorry, the comment form is closed at this time.